વધુ એક ફીચર ફિલ્મ
વિવાદમાં આવે તેવો તખતો ઘડાય ચુક્યો છે. બહુ લોકપ્રિય બંગાળી નવલકથા ‘દેવદાસ’ નવા
કે વિકૃત સ્વરૂપે પડદા ઉપર આવી રહી છે. આ વખતે સુધીર મિશ્રા મેદાને પડ્યા છે.
૨૦૧૮માં ફિલ્મ દેવદાસની રિમેક દાસદેવ રિલીઝ થવા જઇ રહી છે. દેવદાસમાં પારોનો રોલ નિભાવનાર ઐશ્વર્યા રાયના સ્થેને આ ફિલ્મમાં રિચા ચઢ્ઢા પારોનો
રોલ કરી રહી છે. તો રાહુલ ભટ્ટ (દાસદેવ) લીડ રોલ નિભાવશે. બૉલીવૂડના જાણીતા દિગ્દર્શક સુધિર મીશ્રા તેમની આગામી ફિલ્મ ‘દાસદેવ’ રિલીઝ માટે એકદમ તૈયાર
છે.
શરદચંદ્ર
ચટ્ટોપાધ્યાયની નોવેલ ‘દેવદાસ’ પર આધારિત આ ફિલ્મમાં થોડું મોર્ડન ટ્વિસ્ટ આપીને દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. રીચા ચઢ્ઢા
પારો બનશે તો અદિતી રાવ હૈદરી ચંદ્રમુખીના ચાંદની બનીને દર્શકોને મનોરંજન પૂરું
પાડશે. રાહુલ ભાટ દેવ બનીને આ બંને અભિનેત્રીઓ સાથે રોમાન્સ કરશે. સુધીર મિશ્રાના જણાવ્યા અનુસાર ચાંદનીનું
પાત્ર એ ચંદ્રમુખી જેવું જ
હશે પણ તેનાથી છોડું હટકે છે. મારા માટે ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે રિલીઝ થનારી આ મોર્ડન દેવદાસ એટલે કે ‘દાસદેવ’ કેટલા પાણમાં છે તે તો સમય જ બતાવશે પણ સાહિત્યના સિનેમામાં રુપાયાનનું આ આધુનિક રૂપ દર્શકો ગમશે કે નહી..? શું આ ફિલ્મ વાચકો અને સાહિત્ય રસિકોને નારાજ કરશે..?
ફૂકરે રિટર્ન્સની ભોલી પંજાબન રીચા ચઢ્ઢા કહે છે મને દેવદાસની પારોના પાત્ર સાથે ખુબ પ્રેમ છે. આ પાત્ર અનેક કલાકારોએ અલગ-અલગ
ફિલ્મોમાં નિભાવ્યું છે. મને આ પાત્ર નિભાવવામાં ખુબ ખુશી થશે. દરેક શહરેમાં
કોઇને કોઇ પોતપોતાની રીતે પારોને પ્રેમ કરતાં હોય છે. 'દાસદેવ' ફિલ્મમાં ઉત્તરપ્રદેશની રાજનીતિની વાત પણ છે.
ફિલ્મના નિર્દેશક સુધીર
મિશ્રા છે. દાસદેવનું નામ પહેલા દેવદાસ જ રખાયું હતું. પણ હવે દાસદેવ કરાયું
છે. હાલ ફિલ્મ
સર્જક સુધીર મિશ્રા
પોતાની નવી ફિલ્મની તૈયારીમાં બીઝી છે. અગાઉ કેટલીક યાદગાર
ફિલ્મો આપનારા સુધીર આ વખતે નવો પ્રયોગ કરી રહ્યા જણાય છે.
જગપ્રસિદ્ધ બંગાળી સર્જક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય (શરદબાબુ)ની અમર કૃતિ દેવદાસને એ
ઊલટા નામે દાસદેવ તરીકે બનાવી છે. સુધીર મિશ્રાના
પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ આ દેવદાસ એટલે કે દાસદેવ આધુનિક સમયના રાજકારણને
કેન્દ્રમાં રાખીને કથા રજૂ કરશે. સુધીર મિશ્રા પોતે
કહે છે કે મને લાગે છે કે કોઇ પણ સાહિત્ય કૃતિના નામોલ્લેખ સાથે એનો
યથેચ્છ ઉપયોગ કરવાનો મને ફિલ્મ સર્જક તરીકે અધિકાર છે. મેં દેવદાસનો આધાર
લીધો છે અને દેવદાસનાં ત્રણ પાત્રો પણ સ્વીકાર્યાં છે એનો હું એકરાર કરું
છું. મૂળ દેવદાસમાં દેવત્વમાંથી દાસત્વમાં જવાનો અણસાર છે. હું અહીં એનો
રિવર્સ પ્રયોગ કરી રહ્યો છું. મને ખાતરી છે કે દર્શકોને આ પ્રયોગ ગમશે.
લોકપ્રિય સાહિત્યકૃતિનું પરિવર્તિત રૂપાયન કેમ..?
શરદબાબુની ‘દેવદાસ’
આધારે અનેક ભાષામાં ને અનેકવાર ફિલ્મો બની છે. હિન્દીમાં જ ચારવાર (૧). ૧૯૩૬માં ન્યૂ
થીયેટર દ્વારા પી. સી. બરૂઆના નિર્દેશનમાં બેનેલ દેવદાસમાં મુખ્ય ભૂમિકા (સાયગલ,
જમુના અને રાજકુમારી) એ ભજવી હતી. (૨). ૧૯૫૫માં બિમલ રોય પ્રોડક્શન દ્વારા બિમલ
રોયના નિર્દેશનમાં બેનેલ દેવદાસમાં મુખ્ય ભૂમિકા (દિલીપકુમાર, વૈજંતીમાલા અને સુચિત્રા
સેન) એ ભજવી હતી. (૩). ૨૦૦૨માં ભરત શાહ દ્વારા નિર્મિત અને સંજય લીલા ભાનુશાલીના
નિર્દેશનમાં બેનેલ દેવદાસમાં મુખ્ય ભૂમિકા (શાહરૂખખાન, માધુરી દિક્ષિત અને ઐશ્વર્યા
રાય) એ ભજવી હતી. આ ઉપરાંત તેના આધુનિક સ્વરૂપે નિર્માયેલ ‘દેવ ડી’ ૨૦૦૯માં આવી. યુ
ટીવી મોશન પિક્ચર્સના બેનર તળે રોની સ્ક્રૂવાલા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન
અનુરાગ કશ્યપે કર્યું જેમાં મુખ્ય ભૂમિકા અભય દેઓલ, માહી ગીલ અને કલ્કી કોચલીને
ભજવી હતી. આ ફિલ્મમાં બંગાળનું પંજાબમાં
તો રૂપાયન થયું જ પણ પાત્રો પણ ૨૦૦૯ને અનુરૂપ સર્જાયા..! ને દેવ અને પારોના
પ્રેમ પ્રસંગો શારીરિક મિલન વધુ બન્યાં..! ત્યારે સવાલ ઉઠ્યો કે આ કેવું રૂપાયન..?
વૈયક્તિત અભિવ્યક્તિના નામે છેડછાડ કેટલી વ્યાજબી..?
મૂળ કૃતિની
લોકપ્રિયતા રોકડી કરવા તેનો ઉપયોગ તો કરાય છે, પણ કૃતિના સત્વ સાથે કરાતી છેડછાડ
અજુગતી અને વિકૃત ભાસે છે. સીનેમાંની લોકપ્રિયતા કે જરૂરીયાત હેઠળ ઉભા કરતાં નવા
દ્રશ્યો કે ઠુંસી દેવાતા ગીતો મૂળ કૃતિના હાર્દને તો જીખ્મે જ છે, પણ લેખક અને
વાચકોની ભાવના સાથે પણ રમત રમે છે. આવા હથકંડાના પગલે આકાર પામતો કે ઉભો થતો કે
કરાતો વિવાદ ફિલ્મને વગર પૈસે પ્રસિદ્ધિ અપાવે છે ને એટલે જ ફિલ્મકારોએ આ શોર્ટકટ
શોધી બહુમતી કિસ્સાઓમાં તેનો ઉપયોગ શરુ કર્યો છે. સંજય લીલા ભાનુશાલીએ પારો અને
ચંદ્રમુખીનું મિલન પણ કરાવ્યું ને તેમના ઉપર એક ગીત પિક્ચરાઈઝ કરી પ્રેક્ષકોન માથે
પણ મઢ્યું..!
સ્ટ્રેઈટ ડ્રાઈવ: સુધીર મિશ્રા ‘દાસદેવ’ લઈને આવી રહ્યાં છે
ત્યારે આ ફિલ્મનો આધાર ‘દેવદાસ’ છે તેમ જણાવી વિવાદ કે વિકૃત પ્રસિદ્ધિને આકાર આપી
દેવાયો છે. જોઈએ દર્શક શું પ્રતિક્રિયા આપે છે.
ડૉ. તરુણ બેન્કર
(સાહિત્ય-સિનેમા-મિડીયા) (M)
9228208619 / 8866175900
(whatsapp)
Tags
ભારતીય સિનેમા