વાર્તા: વાંચવા કરતાં સાંભળવાની મઝા કંઈ અલગ જ છે..!


આમ તો વાર્તાકથન એ આપણી પરંપરાનું અવિભાજ્ય અંગ. દાદી, મમ્મી કે મોટી બહેન દ્વારા કહાતી વાર્તા સંભાળતા-સંભાળતા સુઈ જવાની ઘટના આપણા બધાં સાથે ઘટી જ હશે. હાલરડું પણ વાર્તાનો જ એક ભાગ ખરો કે નહીં..? પરીઓની, રાજા-મહારાજની કે રાક્ષસની વાર્તા આપણે બધાએ સાંભળી જ હશે. અક્ષરજ્ઞાન મળ્યાં પછી વાર્તા વાંચી પણ હશે. વાર્તા વાંચવાની પ્રથા તો વાર્તા વિવિધ સ્વરૂપે છપાતી થઇ પછી શરુ થઇ. બાકી પહેલાં તો વાર્તા સંભળાતી જ. આપણું ઘણું સાહિત્ય પણ કંઠોપકંઠ આગળ વધ્યું છે.
ખૈર, આજે થોડી નવી અને જુદી વાત કરવી છે. પ્રકાશન શરુ થયા પછી વાર્તા લગભગ વાંચવાની અને વંચાવવાની પ્રથા જ અમલી બની છે. તેવાં સમયે ડિજિટલ ટેકનોલોજી અને સોશ્યલ મીડિયાના આયામ સાથે તાલ મિલાવી વાર્તાકથનના મૂળ આયામ તરફ જવાનો પ્રયાસ વડોદરાના હર્ષદ પડિયાએ કર્યો છે. જુદાંજુદાં વાર્તાકારોની લગભગ અપ્રગટ કે પ્રગટ થયેલ વાર્તાને શ્રાવ્ય સ્વરૂપે રજુ કરવાની શરૂઆત કરી છે. તે પણ માત્ર સીધે-સીધા વાંચન સ્વરૂપે નહીં થોડાં ભાવાત્મક સ્વરૂપે.

સાંભળ તો ખરી સ્નેહી..! મને વાત તો પૂરી કરવા દે.ગલીમાંથી એક યુવાન ઊંચા સ્વરે બોલતાં બહાર આવતો હતો. સાથે એની આગળ એક યુવતી એના સંવાદોને અવગણીને ચાલતી હતી. બીજી તરફ લઈ લ્યો...! લઈ લ્યો..! તીસની ડઝન, તીસની ડઝન. અસલ કાચની સે...નો લહેકો મંગળબજારમાં રોજની જેમ આજેય સંભળાતો હતો. આ અવાજમાં મોટી મોટી દુકાનોની સામે ટકી રહેવાનો જુસ્સો છલકાતો. કુલ ત્રણ ગલીમાં વહેંચાયેલા આ બજારની પહેલી ગલી કાપડની, બીજી કંસારાની ને ત્રીજી ગલી એટલે શૃંગાર...જ્યાં બારે માસ ભીડ રહેતી. એજ ભીડનો સાક્ષી બનીને પેલો યુવાન બહાર આવતો હતો.આ ગલીમાં પ્રવેશતાં પહેલાં જમણી તરફ તમને મોટો ટોપલો લઈ ને બેસેલી એક વૃધ્ધ સ્ત્રી જોવા મળે. એ સ્ત્રી એટલે જ ઢેબર..!
આજે યુવાન લેખક અને કળાકાર બ્રિજેશ પંચાલની વાર્તા ઢેબર’. લેખકનું કથક અને હર્ષદ પડિયાનો આ પ્રયાસ આવકારદાયક છે. ભલે આ કથાકથનને રેડિયો નાટક જેવું ન બનાવી શકાય, પણ અલગ-અલગ પાત્રની શ્રાવ્યત્મક અભિવ્યક્તિને થોડી અલગ રીતે અને થોડાં જુદાં અવાજ સાથે રજુ કરી શકાય. વાર્તાકથનના આ આયામમાં વધુ સારું કરી શકાય તેવો અવકાશ છે. ભાઈ હર્ષદ પડિયા અને મિત્ર બ્રિજેશ પંચાલને અભિનંદન. મને આશા છે કે અન્ય લોકો પણ આ આયામના પગલે ચાલશે.
‘ઢેબર લેખક: બ્રિજેશ પંચાલ અને અવાજ: હર્ષદ પડિયા સંભાળવી હોય તો આ રહી લિંક.


તમે બધાં પણ ડીયર ગુજરાતી સાથે જોડાઈ શકો. આ રહી લિંક. ક્લિક કરો અને PagePagePagePage Like કે Channel Subscribe કરી જોડાઈ જાવ.



Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Post a Comment

Previous Post Next Post