સિનેમાઘર કરતાં સરળ-સુગમ અને સસ્તા OTT પ્લેટફોર્મનો વિકલ્પ દર્શકોને આકર્ષી ચુક્યો છે


કેટલીક ફિલ્મો, દા.ત. “ગુલાબો સીતાબો”, “શકુંતલાદેવી” અને “ઘૂમકેતુ” જેવી ફિલ્મોનું સિનેમાઘરોમાં રીલીઝ અવગણીને સીધા જ OTT પ્લેટફોર્મ ઉપર ફિલ્મો રીલીઝ કરવાની જાહેરાતના પગલે સિનેમાઘરોની ચેઈન ચલાવતાં સંચાલકોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો છે. નારાજગી દર્શાવી છે. આઈનોક્સએ સત્તાવાર પ્રેસ રીલીઝ કરી જણાવ્યું છે. “Inox would like to express displeasure and disappointment on an announcement made by a production house, to release their movie directly on an OTT platform by skipping the theatrical window run. The decision of the production houses to deviate from the globally prevalent windowing practice is alarming and disconcerting.”  સિનેમાઘર સંચાલકોએ વ્યક્ત કરેલી નારાજગી તેમના દ્રષ્ટિકોણથી વ્યાજબી છે. નાખુશ થવું, આ ઘટના ચેતવણી રૂપ હોવી કે ચિંતાજનક હોવાની વાતનો અર્થ સ્પષ્ટ છે. પણ કોના માટે..?

ડિજિટલ ટેકનોલોજીના યુગમાં ફિલ્મ બનાવવી સરળ બની ગઈ છે પણ તેનું વિતરણ..? વિતરણ અત્યંય કઠીન બન્યું છે. જો ફિલ્મમાં મોટા કળાકારો ના હોય તો તો બિચારા ફિલ્મમેકરનું આવી જ બન્યું. પોતાની ફિલ્મ થીયેટર સુધી પહોંચાડવામાં તેણી “આંખમાં પાણી” આવી જાય છે. અનેક કિસ્સાઓમાં તો તે ફિલ્મને થીયેટર સુધી લઇ જઈ શકતો પણ નથી. વળી જો તમે ફિલ્મ રીલીઝ કરી તે પછીના સપ્તાહે કોઈ મોટા નિર્માતા કે હિરો-હિરોઈનની ફિલ્મ આવતી હોય તો તમારી ફિલ્મ સારી હોય કે ચાલતી હોય તો પણ ઉતારી લેવાય..! નાના નિર્માતા, સર્જક કે કળાકારને જાણે થીયેટર પહોંચવાનો હક્ક જ ન હોય તેવું વાતાવણ બનાવી દેવાય..! તો બીજી તરફ મોટા માથા સિવાયની ફિલ્મો રીલીઝ કરવાની ગરજ માત્ર નિર્માતાને હોય તેવું વાતાવરણ બન્યું છે. કે પછી ફિલ્મ રીલીઝ કર્યા પછી દર્શકો લાવવાની જવાબદારી પણ નિર્માતાના માથે નાંખી દેવાય છે. કેટલાંક કિસ્સામાં નિર્માતાઓને દરેક શો દીઠ ૩૦ થી ૧૦૦ ટીકીટ ખરીદવાની ફરજ પડાઈ હોવાની વાતો પણ બહાર આવી છે. આ બધું થયા પછી પણ થયેલાં વકરા (બોક્ષ ઓફીસ કલેક્શન)માંથી નિર્માતાના ભાગે કેટલાં પૈસા આવે છે. અનેક કિસ્સામાં એવું બન્યું છે કે ફિલ્મ નિર્માણનો ખર્ચ તો છોડો ફિલ્મ રીલીઝ અને માર્કેટિંગનો ખર્ચ પણ પાછો નથી મળતો..! ટૂંકમાં કહીએ તો આજના સમયમાં લો-બજેટ ફિલ્મ સર્જકો વિતરણની ભીખ માંગતા હોય તેવી દશામાં મુકાય છે..!
તેવા સમયે OTT પ્લેટફોર્મ વરદાનરૂપ બન્યાં છે. અહી પણ એવું નથી કે તમને કોઈ ખોળામાં બેસાડી સોનાની ચમચીથી જમાડવા બેઠું છે. અહી પણ ફિલ્મનું ટેકનીકલ ફોર્મેટ, સેલેબલ કળાકાર અને પ્રોડક્શન હાઉસનું બેનર બહુ મોટો ભાગ ભજવે છે. થોડાક મહિના દરમ્યાન OTT ઉપર રીલીઝ થયેલ મોટા પ્રોડક્શન હાઉસની હોરર સીરીઝ જો કોઈ નાના કે સામાન્ય પ્રોડક્શન હાઉસે બનાવી હોત તો મોટા OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ થઇ હોત..? છતાંય OTT પ્લેટફોર્મએ સર્જકો માટે અનેક દરવાજા ખોલ્યાં છે. આજે એવાં અનેક OTT પ્લેટફોર્મ છે જે પ્રાદેશિક ફિલ્મો માટે કાર્યરત થયાં છે. કારણ પ્રાદેશિક ફિલ્મનું વિતરણ તો ધાર્યા કરતાં વધુ કઠીન અને ખર્ચાળ છે. તેવાં સમયે OTT પ્લેટફોર્મ બધી જ રીતે સરળ અને સુગમ આયામ છે. વળી તે સીધા જ કરોડો મોબાઈલ કે ઈંટરનેટ યુઝર્સ સુધી પહોંચે છે. આ યુઝર્સ પોતાની અનુકુળતા અનુસાર તે જોઈ શકે છે. ખુબ ઓછા ખર્ચે જોઈ શકે છે. ત્યારે સિનેમાઘરમાં જવા કરતાં સરળ-સુગમ અને સસ્તા OTT પ્લેટફોર્મનો વિકલ્પ દર્શકોને આકર્ષી ચુક્યો છે. કાર્નિવલ સીનેમાઝ દ્વારા પણ OTT પ્લેટફોર્મ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.
“Though we are disappointed with the move of the filmmakers to go to digital, we understand the financial burden/compulsion that one may have in these times… There is money invested, there may be interest (on it), someone wants to minimize the loss and if they are in position to monetize it, we can’t stop them. The situation is such that you cannot blame anyone. In this time of uncertainty some producers have decided to release their content directly on OTT. It is within their rights to decide but we will not release those movies in our theatres. As of now, we are expecting cinemas to open without any restriction very soon.”
OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ થઇ રહેલ ફિલ્મો અંગે કાર્નિવલ સીનેમાએ વ્યક્ત કરેલ મત યોગ્ય છે. પણ આ તકે એક વાત કહેવી પણ એટલી જ યોગ્ય છે કે નિર્માતા-સર્જક-કળાકારને પોતાની કળા રજુ કરવા માટે એક નવું પ્લેટફોર્મ મળી ચુક્યું છે. અને આગામી સમયમાં તેનો વ્યાપ વધુને વધુ વિસ્તાશે. કોરોનાકાળ સમાપ્ત થયાં પછી પણ. કારણ આ સરળ-સુગમ અને સસ્તું પ્લેટફોર્મ દર્શકોને ગમી ગયું છે. પીવીઆરના સંચાલકોએ પણ પોતાની વાત કરી છે. “At PVR we believe that the theatrical releases the beat way for audiences to experience the labor and creative genius of our filmmakers. This has been so far decades and not just in India but globally. The ongoing COVID-19 crisis has caused an unfortunate shutdown of cinemas. We are confident, once we get I the other side of this crisis, there would be enough and more pent up demand from cine goers who have been cooped up at homes for the last many weeks. We are likely to see demand by force on sustained basis, one we reopen.”

આજે OTT પ્લેટફોર્મ માટે ફિલ્મ, વેબ સીરીઝ, શોર્ટફિલ્મ અને અનેકવિધ કાર્યક્રમો બની રહ્યાં છે. કેટલાંક સંજોગોમાં તો ફિલ્મો કરતાં અનેકગણા સારા, સશક્ત અને સમૃદ્ધ પણ. ત્યારે એકવાત સ્પષ્ટ છે. આગામી સમય OTT પ્લેટફોર્મનો છે. મારા માટે તો આગામી પાંચ વર્ષમાં સિનેમાઘરોની આવક અને સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. OTT પ્લેટફોર્મના વ્યાપ અને કાર્યક્રમોમાં ધરખમ વધારો થશે. ફિલ્મને સીધી OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ કરાવનું ચલણ, જે આજે મહામારીના કારણે શરુ થયું છે, તે નિયમિત બનશે અને અનેક ફિલ્મો સીધી OTT પ્લેટફોર્મ ઉપર જ રીલીઝ થશે. કારણ આ સરળ-સુગમ-સસ્તું અને હાથવગું આયામ દર્શકોને ગમી ગયું છે.



Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Post a Comment

Previous Post Next Post