પુરાતન
નગરોની ઐતિહાસિક હવેલી અને તેના ભાડુઆતના પૂર્વાર્ધ તળે મીડલ ક્લાસ અને તેના
રહેણાકની સમસ્યાની સાથે હવેલીનુમા મકાનો પર ડોળો જમાવી બેઠેલાં પરિવારજનો, બિલ્ડર અને પુરાતત્વ વિભાગના લાલચું અભિગમને વેધક રીતે રજુ કરતી ‘ગુલાબો સિતાબો’ એમેઝોન પ્રાઈમ ઉપર રીલીઝ
થઈ. ગુલાબો અને સિતાબો નામની બે ઢીંગલી (પપેટ) નચાવતા કઠપૂતળીવાળાના સંવાદો અને પપેટ શો કથાના મેટાફરને અવ્યક્તપણે વ્યક્ત કરે છે. કોરોનાને કારણે સિનેમાઘરો બંધ હોય સીધાં OTT Platform ઉપર રીલીઝ થયેલ આ ફિલ્મે બે-એક મહિનાથી દર્શકો અને
સિનેમાઘર અને મલ્ટીપ્લેક્ષ સંચાલકોમાં ભારે ઉત્કંઠા જગાવી હતી. જોકે ફિલ્મ રીલીઝ
થયાં પછી આ ફિલ્મે કંઈ ખાસ ઉકાળ્યું હોય કે ઉકાળશે તેમ લાગતું નથી. હા, માત્ર
અમિતાભ બચ્ચન, આયુષ્યમાન ખુરાના અને વિજય રાજ સિવાય કોઈ પ્રમુખ કળાકાર ન હોવાં ઉપરાંત સીમિત
લોકેશન પર શૂટ થઇ હોય ફિલ્મનું બજેટ વધારે હોવાનું લાગતુ નથી. પરિણામે આ ફિલ્મ OTT
રાઈટ અને સેટેલાઈટ રાઈટમાંથી પ્રોડક્શન ખર્ચ કે થોડો નફો કાઢી લેશે તેમ લાગી રહ્યું છે.
‘ફાતિમા મહેલ’ નામની સાઈઠેક રૂમની હવેલી ૯૩ વર્ષની
બેગમને વારસામાં મળેલ પુસ્તેની હવેલી છે. બેગમથી ઉંમરમાં પંદર વર્ષ નાનો તેમનો બીજો પતિ
મિરઝાચાચા (અમિતાભ બચ્ચન) હવેલીની દેખભાળ કરે છે. ભાડુઆતોની સમસ્યા અને સિત્તેર
વર્ષ જૂના ભાડાની રકમ તેમની વચ્ચે ઝગડાનું મૂળ કારણ છે. હવેલીના ભાડુઆતો પૈકી એક
બાંકે રસ્તોગી (આયુષ્યમાન ખુરાના) તો ત્રીસ રૂપિયા ભાડું પણ નથી આપતો..! અનાજ
દળવાની ઘંટી ચલાવનાર બાંકે રસ્તોગી ત્રણ બહેન અને મા સાથે રહે છે. મિરઝા ભાડું ન ચુકવતા ભાડુઆતોના બલ્બ, સાયકલની
ઘંટડી અને અન્ય સામાન ચોરી તે વેચી મારી થોડાં-ઘણાં પૈસા વસુલે છે. માલિક અને
ભાડુઆત વચ્ચેની પ્રાથમિક રકઝકમાં નવો વળાંક ત્યારે આવે જ્યારે પુરાતત્વ વિભાગની નજર આ હવેલી પર પડે..! વીકીપીડીયા અનુસાર ફિલ્મનો પ્લોટ આ મુજબ છે.“The movie follows Mirza Chunnan Nawab (Amitabh Bachchan) as he attempts to vacate his non-paying tenant, Baankey Rastogi (Ayushmann Khurrana). They have a continuous fight for the ownership of the dilapidated mansion (Fatima Mahal) named after the real owner Fatima Begum, Mirza's wife. Fed up of Mirza's greed and his intention of selling off the mansion, Begum elopes with her ex-lover Abdul Rahman and Mirza and Baankey are left with nothing.”
ફિલ્મનો આરંભ સળગતો બલ્બ કાઢી લેતા મિરઝાચાચાથી થાય. પછી આ બધાં બલ્બ અને સાયકલની ઘંટડીઓ દુકાને વેચાય..! તેવી જ રીતે બાંકે રસ્તોગી પણ નાની બહેનો કયા ધોરણમાં ભણે છે તે સબબ તુક્કા લગાવતો ને અજાણ પ્રતિપાદિત થાય. પુરાતત્વ વિભાગના કર્મચારી જ્ઞાનેશ શુક્લા ઝાડ પર ચઢી હવેલીના ફોટોગ્રાફ લેતો ને વકીલ લાઈબ્રેરીમાં બેસી કેસની વિગતો તૈયાર કરતો દર્શાવી તમામ પત્રોના પ્રવેશે જ તેમનાં પાત્રની લાક્ષાણિકતા વ્યક્ત કરાઈ છે. અનુક્રમે અમિતાભ બચ્ચન, આયુષ્યમાન ખુરાના, વિજય રાજ અને બ્રિજેન્દ્ર કાલાનો અભિનય સરસ ભાસે છે. જો કે ગુડ્ડો તરીકે સૃષ્ટિ શ્રીવાસ્તવ ફિલ્મનો નવો અને આગવો ચહેરો બની છે.
ફિલ્મ ક્રિટિક અનુપમા ચોપરાએ આ ફિલ્મ “Funny But Also Deeply Melancholic” લાગી છે. અર્થાત હાસ્ય નિષ્પન્ન કરનાર, પણ સાથોસાથ ખિન્ન કરનાર પણ. વધુમાં તેણીએ લખ્યું છે, "The film takes its time setting up this world, which is both contained and timeless. The first hour moves at a measured pace. In this, Gulabo Sitabo is more like October than Piku. The humors is quieter," but also criticises it for its pacing, "These characters aren’t necessarily likeable so you might feel a little fatigued in their company. The narrative also meanders." અત્યંત ધીમી ગતિ અને માત્ર ચિંતન કરવા મજબૂર કરતી ફિલ્મ ‘ડોક્યુડ્રામા’ જેવી ભાસે છે. ફિલ્મમાં અનેકવિધ વેધક કટાક્ષ ખરા પણ..? અમિતાભ અને આયુષ્યમાનના ચાહકો પણ માંડ-માંડ પૂરી કરી શકે તેવી આ ફિલ્મ OTT ઉપર રીલીઝ કરી નિર્માતા-નિર્દેશકે નુકશાન બચાવી લીધું હોય તેમ લાગે છે. ૭૫ વર્ષના અમિતાભને ૭૮ વર્ષના મિરઝા બનવવામાં પ્રોસ્થેટીક મેકઅપનો ઉપયોગ અસરદાર જરૂર ભાસે છે.
"લાલચ બુરી બલા હૈ..!" મિરઝા હવેલી હડપવા, રસ્તોગી વગર ભાડે રહેવા, જ્ઞાનેશ હવેલી પુરતત્વ વિભાગ અંતર્ગત લેવા અને વકીલ દાવપેચ થકી હવેલી વેચાવી દઈ માલ કમાવવામાં મગ્ન છે. તે દરમ્યાન બધાંને એક જોરદાર આંચકો લાગે. ફિલ્મનો અંત ઝકઝોળનારો છે. આમ તો આરંભ પણ સરસ છે. સુંદર આરંભ-અંત વચ્ચે સુમેળ કરાવનારો મધ્યભાગ મેળ કરતો કે કરાવી શકતો ન હોવાનો આભાસ સતત થયા કરે છે. અંતે શું થાય છે..? લાલચ તળે દબાયેલાં સામાજિક અને પારિવારિક સ્વાર્થનું પરિણામ શું આવે છે..? તીરની જેમ આરપાર નીકળી જતો અંત.
બીજાની પીડામાંથી હાસ્ય સર્જતી બ્લેક કોમેડી જેન્રેની ફિલ્મ ક્યારેક હાસ્ય જન્માવે છે, પણ મંથર ગતિ અને ટિપિકલ લૂક અનેક સ્થાને ફિલ્મને ‘હાસ્યાસ્પદ’ પણ બનાવે છે..! કેટલાંક ક્રિટિકને ફિલ્મનો રસ્ટીક લૂક ગમ્યો છે, પણ જયારે દર્શક ફિલ્મ જોવા જાય ત્યારે તે ફિલ્મને સમગ્રત: જૂએ છે. ફિલ્મની મંથર ગતિ અને એકધારા દ્રશ્યો દર્શકોને અકળાવનારા બનશે. હા, અમિતાભનો લૂક, અભિનય અને પાત્રીકરણ જરૂર ગમે તેવાં છે. પણ માત્ર આટલાં પર ફિલ્મ ચાલી ન શકે..! મદ્રાસ કાફે, વિકી ડોનર અને પીકુ જેવી ફિલ્મો બનાવનાર સુજીત સરકાર દિગ્દર્શક તરીકે ‘ગુલાબો સિતાબો’માં થાપ ખાઈ ગયા હોય તેમ લાગે છે..! હવેલીની છત પર ચાલતો ગુડ્ડો (બાંકે રસ્તોગીની સૌથી મોટી બહેન)નો રોમાન્સ કે દેહસુખવાળો સીન અને રસ્તોગી અને ફૌજીયા વચ્ચેનો પ્રેમ વ્યક્ત કરતાં દ્રશ્યો હોય કે બેગમ અને તેની સેવાદાર (દુલ્હીન)ના દ્રશ્યો ફિલ્મની લંબાઈ વધારે છે અને કથાને થોડી ટહેલાવે છે. તો વળી આ પત્રોના સામાજિક-માનસિક પરિવેશને રજુ કરે છે. બાકી ફિલ્મ માટે કામના સાબિત થાય તેમ લાગતુ નથી..!

અંતે
સવાલ એ ઉભો થાય કે આટલું બધું સારું હોવાં છતાંય ઓવરઓલ ફિલ્મ કેમ રુચિકર લગતી
નથી..? કારણ બધાં પોતપોતાની રીતે સુંદર લાગે છે, પણ એક માળામાં પરોવાયેલ મણકા બને
ત્યારે..? ફિલ્મની મોનોટોની (એકધારાપણું) ખુંચે છે. મંથર ગતિ તેને વધારે લચર બનાવે
છે. મારા માટે ટેક્ષ્ટ તરીકે મનનીય લાગે પણ ફિલ્મમાં તેનું રૂપાંતર બહુમતી
દર્શકોને નિરાશ કરશે.
જુહી ચતુર્વેદી લિખિત અને સુજિત સરકાર દિગ્દર્શિત “ગુલાબો
સિતાબો” સળંગ છએક સુપરહીટ ફિલ્મ આપવાનો આયુષ્યમાન ખુરાનાનો રેકોર્ડ તોડશે. ફિલ્મના
કથાનકને વેધક બનાવવા કે કહેવા બેકગ્રાઉન્ડમાં ગુંજતા ગીતો પ્રભાવક લાગે છે. ઓફબીટ
કે સમાંતર સિનેમા જોવાં માંગતા કે વેધક, કલ્ટ અને ચિન્તન કરાવનારી ફિલ્મોના
શોખીનોને પણ આ ફિલ્મ ગમશે કે કેમ..? મારા મનમાં અનેક શંકા-કુશંકાઓ છે.
2fbvr5d4
ReplyDeletecialis 100 mg satın al
glucotrust official website
kamagra 100 mg
cialis 20 mg satın al
sightcare
cialis 5 mg al
viagra eczane