ખલીલ જિબ્રાનના ‘ધ પ્રોફેટ’ થી ‘પયગંબર’ સુધીઃ ગુજરાતી અનુવાદ
અલ્-મુસ્તુફા અને ઑરફાલીઝના નગરજનો વચ્ચેનો વાર્તાલાપ કે સવાલ-જવાબ સ્વરૂપે સર્જાયેલ-લખાયેલ આ પુસ્તક ‘ધ પ્રોફેટ’ વિશ્વસાહિત્યની બેજોડ કૃતિ પૈકીની એક છે. આવી જ રીતે વાર્તાલાપ કે સવાલ-જવાબ સ્વરૂપે લખાયેલ અન્ય એક પુસ્તક ૧૯૦૮માં લખાયું અને ‘ઈન્ડિયન ઓપિનિયન’માં લેખમાળા તરીકે પ્રકાશિત થયું હતું. આ પુસ્તક એટલે મોહનદાસ કરમચંદ ગાંધીનું ‘હિંદ સ્વરાજ’, આ પુસ્તક વિષે મહાત્મા ગાંધી લખે છે, “૧૯૦૮માં લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં આગબોટ પર, હિંદીઓના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરવાનાર વર્ગને જવાબરૂપે, તે લખાયું હતું.” આ પુસ્તક પણ વાચક અને અધિપતિ વચ્ચેના વાર્તાલાપ કે સવાલ-જવાબ સ્વરૂપે સર્જાયું-લખાયું હતું.
જર્મન વિચારક ફ્રેડરિક નિત્શેનું પુસ્તક ‘Thus spoke zarathustra’માં પણ શિષ્યો અને જરથુષ્ટ્ર વચ્ચેનો વાર્તાલાપ છે, જેનું પ્રકાશન થયું ત્યારે બુદ્ધિજીવી વર્ગ ચોંકી ઉઠ્યો હતો. આ પુસ્તક મનુષ્યમાં શક્તિવંત હોવાનો ભાવ જગાડવા સાથે અસ્તિત્વ પ્રત્યે વિશ્વાસ જન્માવે છે. ચાર ભાગમાં પ્રકાશિત થયેલ આ પુસ્તક ૧૮૮૩થી ૧૮૮૫ દરમિયાન પ્રકાશિત થયું હતું. આમ આ ત્રણે પુસ્તકો (‘ધ પ્રોફેટ’, ‘હિંદ સ્વરાજ’ અને ‘Thus spoke zarathustra’) વાર્તાલાપ કે સવાલ-જવાબ સ્વરૂપે થયેલ ચર્ચાની ફળશ્રુતિ છે.
ખલીલ જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’ ચિંતન પ્રગટ કરતું પુસ્તક છે. પ્રથમ નજરે અત્યંત સરળ લાગતી તેની વાતો સમજવી કઠીન કામ છે. એક જ વાત કે શબ્દનો જુદાં જુદાં સ્થાને તદ્દન અલગ જ અર્થ જન્મે છે. પુસ્તકમાં પ્રસ્તુત કરાયેલ વાતો અને જિબ્રાનની ફિલસૂફી ગહન છે. તેના ઉદ્દેશ્યને સમજવો, હાર્દને પામવું એટલું સરળ નથી. કિશોર મશરૂવાળાએ તેનો અનુવાદ ‘વિદાય વેળાએ’ નામે કર્યો હતો, જેની પ્રથમ આવૃત્તિ ૧૯૩૫માં નવજીવન પ્રકાશન મંદિરે પ્રકાશિત કરી હતી. હવે ૮૫ વર્ષ પછી મેં પ્રયત્ન કર્યો છે. ખલીલ જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’ ગુજરાતીમાં ‘પયગંબર’ નામે કિંડલ ઉપર ઈ-બુક સ્વરૂપે પ્રકાશિત કર્યું છે.
Join us at
બાર વર્ષ ઑરફાલીઝ નગરમાં રહ્યા પછી અલ-મુસ્તુફા પોતાના શહેર પોતાના ઘેર જવા તૈયાર થયા છે. નગરજનો તેમને ન જવા સમજાવે-વિનવે. દરમિયાન જીવન સાથે સંકલાએલ અનેકવિધ વિષયો અંગે જાણવા-સમજવા તેમને પ્રશ્નો પુછાય જેનો ગદ્ય કવિતા (prose poetry) સ્વરૂપે જે જવાબ અપાય તે આ પુસ્તક છે. જહાજનું આગમન (The Coming of the Ship) થી વિદાય (The Farewell) સુધી વિસ્તરતો આ વાર્તાલાપ કે સવાલ-જવાબનો દૌર પ્રેમ, લગ્ન, બાળકો, અર્પણ, ભોજન અને ભજન, શ્રમ અને પરિશ્રમ, સુખ-દુઃખ, ઘર, વસ્ત્ર, લેણદેણ, અપરાધ અને સજા, કાયદો, મુક્તિ, સમજણ અને લાગણી, પીડા, આત્મજ્ઞાન, શિક્ષણ, મિત્રતા, વાર્તાલાપ, કાળ, સારા-નરસા, પ્રાર્થના, આનંદ, સુંદરતા, ધર્મ અને મૃત્યુ વિષયક સવાલોનો જવાબ આપે છે. સવાલ સંલગ્ન લોકો દ્વારા પુછાય અને અલ-મુસ્તુફા તેનો જવાબ આપે. ઉદાહરણ તરીકે પાદરી ધર્મ વિષે તો કવિ સુંદરતા વિષે સવાલ કરે છે. સન્યાસી આનંદ વિષે તો પૂજારણ પ્રાર્થના વિષે પુછે છે. ખગોળશાસ્ત્રી કાળ વિષે અને યુવાન મિત્રતા વિષે જાણવા સવાલ કરે છે. અલ-મુસ્તુફા આ બધાં જ સવાલોનો જે જવાબ આપે છે તેમાંથી કુદરતનો ન્યાય (law of nature), પ્રકૃતિના સિદ્ધાંતો અને ઇશ્વરીય વૃત્તિ-પ્રવૃત્તિ પ્રગટે છે.
ખલીલ જિબ્રાનની આ ફિલોસોફી પૂર્વના દેશોનું ચિંતન પ્રસ્તુત કરે છે. ઇશ્વર અને પ્રકૃતિના મૂલ્યોના જતનની વાતને ચિન્હિત કરે છે. માનવને પ્રકૃતિમય બનવા આહ્વાન કરે છે. જુદાં-જુદાં સવાલો અને તેનાં જવાબનાં માધ્યમથી તેને રજૂ કરે છે. ‘ખલીલ જિબ્રાનઃ મેન એન્ડ પોયેટ’ પુસ્તકમાં સુહેલ બુશરૂઈ (Suheil Bushrui) અને જોઈ જેનકિંસ (Joe Jenkins) લખે છેઃ “Gibran’s style and philosophy is characteristic of the East, and of the Arab in particular. His constant inspiration was his own heritage, which colored his English and exercised an inescapable hold over his mind, its insistence being upon the wholeness of visionary experience and the perpetual availability of another realm of being. In all his work he expressed the deep-felt desire of men and women for a kind of spiritual life that renders the material world meaningful and imbues it with dignity.”
Join us at
અલ્-મુસ્તુફાની વિદાય પછી સમજાય કે વિદાય અને લેવા આવેલ જહાજ વચ્ચે સાચો સંબંધ શું છે..? વિદાય વ્યક્તિની કે દેહની..? આપણી પરંપરામાં ભવસાગર પાર કરવાની કે ભવસાગર તરી જવાની વાત આવે છે. નગરજનોને સંબોધ્યા પછી અલ્-મુસ્તુફા વહાણે ચઢી સાગરમાં અદ્રશ્ય થઈ જાય. ભવસાગર પાર જાય. અને અંતે અલમિત્રાને તેમનાં જ શબ્દો યાદ આવે. ‘પવનના પારણે ઝુલીશ થોડો સમય, ને કોઈ સ્ત્રી ધારણ કરશે મને ગર્ભમાં.’ જહાજ, સાગર અને વિદાય એ મહાપ્રયાણ તરફ અંગુલી નિર્દેશ કરે છે. આ સ્થિતિ-પરિસ્થિતિનો પ્રતીકાત્મક વિનિયોગ કૃતિના સત્વને વધુ પ્રભાવક બનાવે છે.
આ કૃતિના ભાવાનુવાદ પર નજર કરી જરૂરી સૂચન અને માર્ગદર્શન આપનાર સાવિત્રીના સાધક અને દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના માજી કુલપતિ પ્રા. ડૉ. અશ્વિનભાઈ કાપડીઆ સાહેબનો આભાર. આ પુસ્તક વાંચવા ઈચ્છુક સુજ્ઞ વાચકો માટે આ રહી લિંક.
click link to Download Book: https://www.amazon.in/dp/B094YC8G9G
Excellent manifestation of events having significant importance for protecting the rich heritage.
ReplyDeleteThanks chiragbhai, for your kind words and encouragement
Deleteyou are putting good efforts, please visit https://phoenixbpm.in , this is our website, we are digital marketers and branding consultant. Our main focus is branding on various platforms, as well as ranking and generating traffic on google and other search engines.
ReplyDeleteRegards
Jignesh Bhatt
Thanks for your kind consideration
Delete