ગુજરાતની સૌપ્રથમ સિનેમેટીક ફિલ્મ પોલિસી-૨૦૨૨ની જાહેરાત

       ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ફિલ્મ અભિનેતા અજય દેવગન, પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી, રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી તેમજ ફિલ્મ અને તખ્તાના સુપ્રસિદ્ધ કલાકારો મનોજ જોષી, હિતુ કનોડિયા સહિત ચલચિત્ર જગતના ગણમાન્ય આમંત્રિતોની હાજરીમાં ગુજરાતની સૌપ્રથમ સિને મેટીક ફિલ્મ પોલિસી-૨૦૨૨ની અમદાવાદ ખાતે જાહેરાત કરવામાં આવી. ગુજરાત પોલિસી ડ્રિવન સ્ટેટતરીકે દેશભરમાં મોડલ સ્ટેટ સાબિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭જાહેર કરી. આ પોલિસીનો મુખ્ય હેતુ ફિલ્મ શુટિંગ માટે ઈકોસિસ્ટમને વધુ મજબૂત કરવાનો છે. જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મુકે છે.

મુખ્યમંત્રીએ આ સિનેમેટિક ફિલ્મ પોલિસી ગુજરાતમાં ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટમાં મહત્વપૂર્ણ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ ક્હ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને ગુજરાત એમના જ માર્ગદર્શનમા દેશનું વિકાસ મોડલ બન્યું છે. ગુજરાત પોલીસી ડ્રીવન સ્ટેટ છે અને  વિશ્વના રોકાણકારો, વ્યવસાયકારો માટે પસંદગીનું પ્રથમ સ્થાન બની ગયું છે. આત્મનિર્ભર ગુજરાતના નિર્માણ થી આત્મનિર્ભર ભારત માટે આ પોલીસી  ઉપયોગી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ પોલિસી ફિલ્મમેકીંગ ક્ષેત્રના સર્વિસ પ્રોવાઇડર્સને એક મંચ પર લાવી પ્રવાસનને વેગ આપશે. આ નવી પોલિસી ગુજરાતમાં ફિલ્મ નિર્માણ માટે સક્ષમ તકો ઉભી કરશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીના અવસર પણ આપશે.

આ પોલિસી લોન્ચિંગ સાથે મુખ્યમંત્રીઅને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ફિલ્મ મેકીંગ, સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્ટીંગ સ્કૂલ સહિતના વિવિધ વિષયોમાં રોકાણો માટેના કુલ રૂ.૧૦૨૨ કરોડના ચાર એમ.ઓ.યુ. કેટલાક રોકાણકારો દ્વારા કરવામાં આવ્યા. અભિનેતા અજય દેવગણે પણ રાજ્યમાં ફિલ્મમેકીંગ અને સ્ટુડીયો ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા અન્ય સુવિધાઓ માટેના એમ.ઓ.યુ. કર્યા હતા.

તાજેતરમાં, રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૭ડવા ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યો હતો. આ પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપી વર્ષ ૨૦૧૫માં સૌ પ્રથમવાર પ્રવાસન પોલિસીની જાહેરાત કરી હતી, ત્યારબાદ હોમ સ્ટે પોલિસી અને હેરિટેજ પોલિસી પણ રાજ્ય સરકારે જાહેર કરી છે.

ગુજરાતમાં પર્વતમાળાથી માંડીને દરિયાકિનારા સુધીના આકર્ષક સ્થળો, ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળોથી લઇને મોર્ડન ગિફ્ટ સિટી, હેરિટેજ બિલ્ડીંગોથી લઇને આધુનિક બસ સ્ટેશન્સ અને બંદરો તેમજ કચ્છના સફેદ રણથી લઇને ગીરના જંગલો અને કેટલાંય અન્ય પ્રવાસન આકર્ષણો રહેલાં છે. આ બધાં પ્રવાસન આકર્ષણો તમામ મુલાકાતીઓને અનન્ય અને યાદગાર પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે, જે ફિલ્મ શૂટિંગ પ્રવાસન દ્રષ્ટિકોણથી ગુજરાતને સૌથી વધુ ઇચ્છનીય સ્થળ બનાવવામાં મદદરૂપ છે. રાજ્યની સૌપ્રથમ સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭એ ફિલ્મો દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા તરફ રાજ્ય દ્વારા લેવાયેલું એક મુખ્ય પગલું છે. આ યોજના સિનેમેટિક પ્રવૃત્તિઓ માટે આકર્ષક પ્રોત્સાહનો આપે છે જે સિનેમેટિક ટુરિઝમમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. આ પોલિસી રાજ્યની જનતા માટે આર્થિક તકો ઉભી કરવામાં અને પ્રાદેશિક, બોલીવુડ, હોલીવુડ, ટીવી અને ઓટીટી ઉદ્યોગ સહિતના ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને પસંદગીનું પ્રવાસન સ્થળ બનાવવામાં યોગદાન આપશે.

ગુજરાત હંમેશા ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મ મેકર્સની પ્રાયોરિટી લિસ્ટમાં રહ્યું છે. પ્રવાસન સ્થળોનું વૈવિધ્ય, ઉચ્ચ સ્તરનીઆવાસીય અને અન્ય સુવિધાઓ, સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન સાથે સરકારનો સહયોગ એગુજરાતને શૂટિંગ હબ તરીકે પસંદ કરવા માટેના મુખ્ય કારણો છે. રામલીલા’, ‘કાઈપો છે’, ‘પીકુ’, ‘ડી-ડે’, ‘2 સ્ટેટ્સ’, ‘મોહેંજો દરોઅને લગાનથી માંડીને ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મો સહિત ઘણી જાણીતી અને મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું.

ગુજરાતના પ્રવાસન વિભાગે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને ડિજિટાઈઝેશન માટે વિવિધ પહેલો હાથ ધરી છે, જેમ કે હેરિટેજ પ્રોપર્ટીના વિકાસ અને પ્રવાસનના સર્વાંગી વિકાસમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમવાર હેરિટેજ પ્રવાસન નીતિ ૨૦૨૦-૨૫ અને નવી પ્રવાસન નીતિ ૨૦૨૧-૨૫ની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હવે તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ડિજીટાઇઝ કરવામાં આવી છે, જેના કારણે માનવ હસ્તક્ષેપ ઓછો થઈ ગયો છે. આ નીતિઓનો ઉદ્દેશવિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને અનન્ય પ્રવાસન અનુભવ પ્રદાન કરવાનો છે.

આ જના રાજ્યમાં હાથ ધરાયેલા નીચે મુજબના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે : ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ, ફિલ્મ સિટી, ફિલ્મ અને ટીવી સ્ટુડિયો, ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, પોસ્ટપ્રોડક્શન સુવિધાઓ તથા ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ અન્વયે ફિલ્મ શૂટિંગ, ટીવી અને વેબ સીરીઝ, ડોક્યુમેન્ટરી, બ્રાન્ડ એફિલિયેશન અને  બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સ સ્વરૂપે બિગ બજેટ મુવીઝ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેગા ફિલ્મ અને મ્યૂઝિક ઇવેન્ટ્સ અને ફિલ્મ એવોર્ડ્સ, રાજ્યમાં ફિલ્મ મેકર્સને આવકારવા માટે આ પોલિસી ફિલ્મ મેકર્સને વિવિધ સુવિધાઓ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમકે, રાજ્યમાં સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ કરવું, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.ની હોટલોમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવું અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ પ્રદાન કરવો વગેરે.

આવાસની સુવિધા) બુકિંગ માટે સહયોગ અન્વયે TCGLની પ્રોપર્ટીમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ, ફિલ્મના નિર્માણ માટે સિક્યોરિટી પ્રદાન કરવી, આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સાથે લાયાઝનિંગ, જાણીતા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઇડરો સાથે જોડાણ, રાજ્યના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ અને ફીડબેક સિસ્ટમ મારફતે સતત એન્ગેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

ડૉ. તરુણ બેંકરઃ પીએચ. ડી. (સાહિત્ય આધારીત સિનેમા) (M) 92282 08619


Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Post a Comment

Previous Post Next Post