ગુજરાતી સિનેમા બેઠું થતું હોય તેવાં કેટલાક અણસારો છેલ્લા પાંચેક વર્ષમાં
મળ્યાં છે. પણ એક ફિલ્મ સફળ થાય એટલે તેનાં જેવી જ બીજી ફિલ્મ બનાવી લેવાની દોડ
અને હિન્દી ફિલ્મનું આંધળુકીયું અનુકરણ કરનારાઓ ઊંધા માથે પટકાયા છે. તેવાં સમયે
તદ્દન નવી ભાત પાડતી ગુજરાતી ફિલ્મ “રેવા” જોઈ ત્યારે જોતાં-જોતાં ઘણીવાર ધન્યતાનો
અહેસાસ થયો. ગુજરાતી ફિલ્મ પણ આવી ચી શકે તેનું સુખદ આશ્ચર્ય પણ થયું.
ધ્રુવ ભટ્ટની બહુખ્યાત નવલકથ “તત્વમસી” ઉપરથી બનેલ આ ફિલ્મ અનેક સ્તરે બાજી
મારી જનારી બની છે. ક્યાંક કચાશ છે, પણ બીજા બધાં પાસાઓ તેને વળોટી જાય છે. વિદેશી
સંસ્કૃતિના ઘોંઘાટથી શરુ થતી આ ફિલ્મ નર્મદાના નર્મ સ્પર્શથી પંપાળતી, પલાળતી ને
વહાવતી એક એવી ઊંડી સમાધિમાં લઈ જાય છે, જ્યાં કેટલીક પળો દરમ્યાન તમે એ પણ ભૂલી
જાવ છો કે તમે સિનેમાઘરમાં બેઠાં છો.
“રેવા” ધ્રુવ ભટ્ટની નવલકથાનું સિનેમામાં રૂપાયન છે. નવલકથા બહુખ્યાત છે એટલે
તેની સાથે સંકળાયેલ સિનેમાના પાસાં વિષે નથી લખવું. પણ, જે પાસાઓ સીધા સિનેમા સાથે
સંકળાયેલા છે તેની થોડીક ચર્ચા કરવી છે. પટકથા, સિનેમેટોગ્રાફી, સંકલન, ગીત-સંગીત
અને અભિનય. વળી overall treatmentની વાત પણ ખરી જ.
નવલકથા “તત્વમસી’ના વિશાલ કથાપટ અને ફલક પરથી ફિલ્મની પટકથા લખવાની ક્રેડીટ
પોસ્ટર વિગતમાં કોઈને અપાઈ નથી. હા, લેખક તરીકે દિગ્દર્શક રાહુલ ભોલે અને વિનીત
કનોજીયા તથા મુખ્ય અભિનેતા ચેતન ધાનાણીનું નામ સહ-લેખક તરીકે છે. મૂળ કથા રસપ્રદ
હોય તેનું સીનેમાંમી કથામાં રૂપાયન સરસ જ છે. પણ, પટકથા અનેક ઠેકાણે ઝોલ ખાતી
હોવાનો અહેસાસ કરાવે છે. ફિલ્મની ધીમી શરૂઆત, લાંબો પ્રથમ ભાગ અને ડોક્યુડ્રામા
જેવો આભાસ ફિલ્મને ટાઈટ એડિટ કરવાની સલાહ આપતો મને તો લાગ્યો. પણ, વચ્ચે આવતા
કેટલાક અદભુત દ્રશ્યો આ ઢીલાશને વળોટી પણ જાય છે. પહેલાં ભાગની સરખામણીએ બીજો ભાગ
થોડો ટાઈટ છે, પણ તેનેય હજુ ટ્રીમ કરાય તેવી શક્યતા છે. મારા માટે આ ફિલ્મ વીસેક
મિનિટ નાની હોત તો વધારે ધારદાર બનત. પણ, અહી સંકલન જવાબદાર નથી. મારા માટે પટકથા
જવાબદાર છે. બાકી સંકલન સહજ અને સરળ ક્યાય visual jerk નથી. ને પ્રવાહ પણ ખોત્કાતો નથી.
સુરજ કુરાડેની સિનેમેટોગ્રાફી મસ્ત છે. જ્યાં-જ્યાં મોકળાશ ને વિશાલ ફલક મળ્યો
છે, ત્યાં ત્યાં તો તેણે કમાલ કરી છે. મા રેવાને સાડી અર્પણ કરવાનું દ્રશ્ય હોય કે
ડાકણ બની ગયેલ મહિલાને સજા આપવાનું દ્રશ્ય હોય. નર્મદાના કિનારે આવેલ ભવ્ય અને
ભગ્ન મંદિરોનું ચલચિત્રિકરણ હોય કે વિશાળ ખડકો વચ્ચેથી પસાર થતી હોડી હોય. કે પછી
નર્મદાનો aerial view હોય. સુરજ કુરાડેના કેમરાની કમાલ ઉડીને આંખે વળગે છે.
દિગ્દર્શક અને એડિટર તરીકે રાહુલ ભોલે અને વિનીત બાજી
મારી ગયા છે. સમયાંતરે આવતો કથાવળાંક અને રોમાંચિત કરી મુક્ત દ્રશ્યોની કથાપ્રવાહમાં
સહજ ગુથણી તેમના મનોચિત્રને પડદે ઉતારે છે. પ્રશાંત બારોટ, દયાશંકર પાંડે, મુની
જહાં, ફિરોઝ ભગત જેવા વરિષ્ઠ અભિનેતાઓ પાસેથી સરસ કામ કઢાવ્યું છે. તો ચેતન
ધાનાણી, અભિનય બેન્કર, અતુલ મહાલે અને રૂપ બોરગાંવકાર કળાકાર તરીકે પોતાની છાપ
છોડવામાં સફળ રહ્યાં છે. મોનલ ગજ્જરે સ-રસ પ્રયત્ન કર્યો છે, પણ પાત્રગત આભા જોઈએ
તેટલાં પ્રમાણમાં ઉભરી હોય તેવું મને નથી લાગ્યું. હા, તેણી આકર્ષક જરૂર લાગે છે
અને મોનલે અભિનય અન્વયે ખુબ પરિશ્રમ કર્યો હોવાનું જરૂર વર્તાય છે. પણ બે સ્ત્રી
કળાકારો રૂપા અને મોનલની સરખામણી કરીએ તો રૂપા બાજી મારી જાય છે. છતાંય એટલું તો
કહેવું જ રહ્યું કે મોનલની અન્ય ગુજરાતી ફિલ્મોની સરખામણીએ ‘રેવા’માં તેણીનો અભિનય
જાનદાર ભાસે છે. “રેવા”ની overall treatment ધારદાર
છતાંય સહજ છે. ક્યાંય વધારે પડતું કે over exposeપણું જણાતું નથી. ટાઈટલ ગીત અદભુત
છે, જે સમાધિ સમો રોમાંચ કરાવે છે.
અગાઉ પટકથા વિષે મારો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હોય તે
અહી બેવડાવતો નથી. વેશભૂષા અન્વયે દયાશંકર પાંડે અને અતુલ મહાલે-અભિનય બેન્કરની
જોડી બાજી મારી જાય છે. સેવાકાર્ય માટે વનમાં રહેતી અને આશ્રમ ચલાવવા નાણાંકીય
સમસ્યા હોવાં છતાંય મોનલ ગજ્જર લગભગ દરેક દ્રશ્યમાં જુદી, નવી અને ડીઝાઈનર સાડી
પહેરેલી કેમ દેખાય છે..?
સ્ટ્રેઈટ ડ્રાઈવ: બીબાઢાળ
ગુજરાતી ફિલ્મો વચ્ચે નવો ચીલો પાડનારી આ ફિલ્મ “રેવા” ગુજરાતની પ્રાદેશિક
અસ્મિતાને તો ઉજાગર કરે જ છે, પણ પુનીત પાવન મા નર્મદાના સત્વ અને તત્વથી સૌને
ભીંજવે પણ છે. જો સ્ટાર જ આપવાના હોય તો હું આ ફિલ્મને પાંચમાંથી સાડા ત્રણ સ્ટાર
આપું. પણ, એ કમથાણમાં પડવા કરતાં સીધા ફિલ્મ જોઈ આવો. તાજગીસભર ને આપણી ગુજરાતી
ફિલ્મ હોવાની અનુભૂતિ પણ થશે ને ગૌરવ પણ...
ડૉ. તરુણ બેન્કર (સાહિત્ય-સિનેમા-મિડીયા) (M) 9228208619 / 8866175900 (whatsapp)
Tags
ગુજરાતી સિનેમા
This comment has been removed by the author.
ReplyDeleteThanks dear
DeleteTarun sir.this is one of the best and one of the true review.because every one make only wahh...wahh ... No doubt Film's more than best & beutiful. but small things which is necessary to mention you mention it.for that I congratulat you...
ReplyDelete