Obsession: ‘વન વિશ વિલો’ની કાલ્પનિક ક્થાનો જાદુ, પહેલાં ત્રણ સપ્તાહમાં જ ૨૦૦ ગણી કમાણી

     ૧૫મી મે એ રિલીઝ થયેલ સાયકોલોજીકલ, સુપર નેચરલ હોરર ફિલ્મ obsessionએ વિશ્વમાં ચર્ચા જગાડી છે. આ ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ કમાણીની બાબતમાં ધુરંધર-૨ નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ ફિલ્મ માત્ર ૭ કરોડના ખર્ચે બની છે અને તેણે અત્યાર સુધીમાં ૧૫૦૦ કરોડની કમાણી કરી લીધી છે.

ઓબ્સેશન ફિલ્મની સ્ટોરી: કરી બાર્કર દ્વારા લિખિત, નિર્દેશિત ફિલ્મ ઓબ્સેશનની સ્ટોરી બેયર નામના યુવકની આસપાસ ફરે છે. બેયર એક મ્યુઝીક સ્ટોરમાં કામ કરે છે. એક દિવસ તે એક અલૌકિક વસ્તુ (વન વિશ વિલો) ખરીદે અને નાનપણની મિત્ર નિક્કી માત્ર તેને પ્રેમ કરવા લાગે તેવી માંગણી કરે,  પણ તેનું પરિણામ ભયંકર આવે છે.

નિક્કીનું પાત્રમાં એક્ટ્રેસ ઇન્દે નવરેત (Inde Navarrette)નું કામ શાનદાર છે. તે જે રીતે પળવારમાં માસૂમ છોકરીમાંથી એક હિંસક સાયકો બની જાય છે, તે જોઈને રૂવાડા ઉભા થઈ જાય છે. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે તેને ઓસ્કાર મળવો જોઈએ. વળી ફિલ્મની યુનિક હોરર સ્ટાઈલ તેને લાજવાબ બનાવે છે. આ ફિલ્મમાં કોઈ અવાસ્તવિક ભૂત-પ્રેત નથી. ડાયરેક્ટર કરી બાર્કરે માનસિક ડર અને "અનકેની વેલી" (Uncanny Valley) ઇફેક્ટનો ગજબનો ઉપયોગ કર્યો છે.

click link to watch video

https://www.instagram.com/reel/DZRML6lMlu_/?igsh=c2duNDY2OG5tMXBn

બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને પડછાયા (Shadows)નો ઉપયોગ ડરામણું વાતાવરણ ઊભું કરે છે. આ વાર્તા માત્ર જાદુઈ લાકડીની નથી, પણ પુરુષોની માનસિકતા પર એક કટાક્ષ છે. શરૂઆતમાં આપણને મુખ્ય હીરો 'બેર' માસૂમ લાગે છે. પરંતુ જ્યારે નિક્કીની અંદરની અસલી છોકરી આત્મા રૂપે આજીજી કરે છે કે "મને મારી નાખો, મારે આવી રીતે નથી જીવવું", ત્યારે પણ બેર સ્વાર્થી બનીને વિચારે છે કે "મારી સાથે રહેવામાં તકલીફ શું છે?" આ સીન દર્શકોને અંદરથી હચમચાવી મૂકે છે અને સાબિત કરે છે કે અસલી રાક્ષસ વિલો સ્ટિક નહીં પણ બેર પોતે છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ઘણો ગૂંચવણભર્યો છે અને કેટલીક વાતો વણઉકલેલી છોડી દેવામાં આવી છે, જેનાથી સામાન્ય દર્શકો કન્ફ્યુઝ થઈ શકે છે

લેખક-નિર્દેશર કરી બાર્કરની હોરર ફિલ્મ ઓબ્સેશન. આ ફિલ્મ સિનેમાઘરોની સૌથી વધુ સફળ ફિલ્મ બની ચુકી છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે. ઓબ્સેશન ફિલ્મ અમેરિકા અને અન્ય દેશોમાં ૧૫ મે ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ભારતમાં ૨૯ મે એ રિલીઝ થઈ છે.

Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Post a Comment

Previous Post Next Post